ધરમપુર:ગતરોજ સ્વામી વિવેકાનંદ કોલેજનાં વિદ્યાથીઓ ફિલ્ડ વર્ક અર્થે સર્વોદય પરિવાર ટ્રસ્ટમાં રહી પિંડવળ ગામમાં વિવિધ કામોનો સર્વે કરે છે. તેઓએ ગતરોજ પિંડવળ ગામની CHC ની મુલાકાત લીધી અને હોસ્પિટલમાં આવેલ દર્દીઓને કેળા અને પ્રોટીનયુક્ત નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું

Decision Newsને મળેલી માહિતી મુજબ CHCના ડોકટર પંકજ દ્વારા આદિવાસી વિસ્તારમાં કયાં પ્રકારના રોગો વધારે જોવા મળે છે. કુપોષણ દર્દીઓ કેટલા છે. અને નાની ઉંમરની મહિલા ગર્ભવતી રેશીયો કેટલો છે. કુપોષિત બાળકો અને મહિલાઓ કેટલા છે જેની સચોટ માહિતી લીધી. CHC મા સુવિધાઓ કેવી છે વગેરે માહિતી આપી હતી. ડોક્ટરનું કહેવું છે કે પહેલા કરતા કુપોષિત મહિલાઓ અને બાળકો ઓછા જોવા મળે છે. આ ઉપરાંત મહિલાઓ જે કુપોષિત મહિલાઓ હોસ્પિટલમાં એડમિટ હોય તેને 14 દિવસનું ઈન્સેન્ટિવ પણ આપવામાં આવે છે હોસ્પિટલ 24 કલાક ચાલું રહે છે એમ જણાવ્યું હતું.

આ ઉપરાંત ઇમરજન્સી સેવાઓ, ડિલિવરી સેવાઓ, જનરલ OPD, ડેન્ટલ OPD, બોલેરેટરી સેવાઓ, કુટુંબ નિયોજન સેવાઓ પણ અહી ઉપલબ્ધ છે જેની વિદ્યાર્થીઓએ નોંધ લીધી હતી.