ચીખલી: ક્વોરી એસોસિયશનની માંગો ન સંતોષવાના કારણે વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ક્વોરી સંચાલકોની અચોક્કસ મુદ્દતની હડતાળ છેલ્લા 13 દિવસથી ચાલી રહી છે તે સંદર્ભમાં ગુજરાત BTTSના પ્રદેશ પ્રમુખના પંકજ પટેલે ક્વોરી એસોસિયશનની માંગોને ગેરવાજબી ઠેરવે છે. અને આ માંગો સમાજને નુકશાન કારક હોવાનું જણાવે છે.

પંકજ પટેલ Decision News સાથે વાત કરતાં જણાવ્યું કે ઉદ્યોગોના અમે વિરોધી નથી પણ ક્વોરી એસોસિયશન દ્વારા જે માંગો થઈ રહી છે એ માંગો યોગ્ય નથી એનો અમે વિરોધ કરીએ છીએ એમ પણ ક્વોરી વિસ્તારના આજુબાજુમાં આવેલા ગામો દેગામ,ચાસા,રેઠવાનીયા, બામણવેલ અને આલીપોર જેવા ગામોમાં કવોરીમાંથી ઊડતી ડસ્ટ (પાવડર) ના લીધે ખેડૂતોની ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થાય છે ગામના લોકોને શ્વાસના રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે, ગ્રામજનોને પીવાના પાણીની પણ તકલીફ પડી રહી છે,રોજેરોજ મીની ભૂકંપ આવ્યો હોય એવું અનુભવી રહ્યા છે તેમજ સ્થાનિકોને પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં રોજગારી આપવામાં આવે છે આટ આટલું વેઢવાનું ઓછું હોય એમ હવે ક્વોરી ઉદ્યોગો દ્વારા ક્વોરી જોનની જે માંગ કરવામાં આવી રહી છે એનો અમે વિરોધ કરીએ છીએ

આ ક્વોરી એસોસિયશનની માંગોના વિરોધમાં અમે તા.16/5/2022 ને સોમવારના રોજ સવારે 11 કલાકે ચીખલી પ્રાંત અધિકારીશ્રીને એક આવેદનપત્ર આપીશું અને જો વહીવટીતંત્ર સમાજ હિતમાં નિર્ણય ન લે તો પછી જોવા વાળી થશે.જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રેહશે.