વાંસદા: પોલીસનો ડર જાણે ખતમ જ થઇ ચુક્યો હોય એમ ચોરીના કિસ્સાઓ હવે ગ્રામિણ સ્તરે પણ મોટા પ્રમાણમાં થવા લાગ્યા છે ત્યારે ગતરોજ વાંસદા તાલુકાના મોટી વાલઝર ગામના એક ફળિયાના બે પરિવારોમાં રોકડા રૂપિયા અને મોબાઈલો અન્ય વસ્તુઓની ચોરી થયાની ઘટના સામે આવી છે.

Decision Newsને સ્થાનિક સૂત્ર સાવન પટેલ પરથી મળેલી માહિતી મુજબ ગતરોજ વાંસદા તાલુકાના મોટી વાલઝર ગામના પટેલ ફળીયામાં રહેતા જીતુભાઈ અમ્રતભાઈ પટેલના ઘરેથી 40,000 હજાર રોકડા, 3 મોબાઈલ અને બાઈકની ચાવી જ્યારે આ જ ફળિયામાં રહેતા છગનભાઈ બાબરભાઈ પટેલના ઘરેથી 1 મોબાઈલ, 10,000 હજાર રોકડા અને ૩ પાકીટોની છોરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં કરી દેવામાં આવી છે હાલ પોલીસે વધુ તપાસ આદરી દીધી છે.

આ પ્રકારની ચોરીની ઘટના સામે આવતા સ્થાનિક સ્તરે લોકો પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરી રહ્યા છે કે જ્યારે વાંસદા તાલુકાને અડીને આવેલા ગામોમાં ચોરીની ઘટનાઓ બની રહી છે ત્યારે અંતરિયાળ ગામોનું તો શું કહેવું. જાણે એમ લાગી રહ્યું છે કે ચોરોના મનમાંથી પોલીસનો ડર નીકળી ગયો છે તેઓ બેફામ ઘરોમાં ઘૂસીને ચોરીઓને અંજામ આપી રહ્યા છે.