ધરમપુર: ગતરોજ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ધરમપુર તાલુકા સરપંચ સંઘના પ્રમુખ તરીકે વિનોદભાઈ પઢેર ઉપપ્રમુખ બયજીબેન ખાન્નયા અને મહામંત્રી તરીકે વિજયભાઈ પાનેરીયા, કમુબેન ભોયાની વરણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે વલસાડ જિલ્લા પ્રમુખ હેમંતભાઇ કંસારા ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ વલસાડ જિલ્લા મહામંત્રી મહેન્દ્રભાઈ ચૌધરી તાલુકા પ્રભારી રાજભાઈ ભાનુશાલી તાલુકા ભાજપ પ્રમુખ કેતન વાઢુ તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન ગાવિત મહામંત્રી ધનેશભાઈ ચૌધરી અક્ષયભાઈ પટેલ જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના સભ્ય અને તાલુકાના સરપંચશ્રીઓ હાજર રહ્યા.

હવે જ્યારે 2022ની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે ગ્રામીણ સ્તર પર પક્ષ અને સંગઠનને મજબુત બનાવવા આ આયોજનનો ભાગ છે એમ રાજનીતિ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે.