પેન્સન મામલામાં નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના એક નિવેદન કે ’17 વર્ષ પછી આ મામલે વાત કરવાનો કોઈ અર્થ નથી.’ જેણે લાખો કર્મચારીઓની માંગણી પર ઠંડુ પાણી રેડી દીધું હોય એવું લાગી રહ્યું છે. ઘણાં લાંબા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની કર્મચારીઓ માગ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ગુજરાતભરમાંથી કર્મચારીઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ઊમટી પડ્યા હતા. 1 એપ્રિલ, 2005 પછી ભરતી થયેલા કર્મચારીઓની જૂની પેન્શન યોજના રદ કરી દેવાઈ છે. હવે નવી પેન્શન યોજના લાગુ કરાઈ છે.જેનો હાલમાં લાખો કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે.

રાજ્યભરના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ સહિતનાં કર્મચારીઓ જુની પેન્શન લાગુ કરવાની માંગ સાથે સત્યાગ્રહ છાવણી ખાતે મેદાનમાં જોવા મળી રહ્યા છે.