વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લામાં મોહનગામ ફાટક નજીક બેકાબૂ અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત થયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પોહચી ગઈ હતી આ અકસ્માતમાં અન્ય ચાર મુસાફરો પણ ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી બહાર આવી છે.

એક બેકાબૂ ટ્રક ચાલકે હાઇવે પર પહેલા રિક્ષા અને પછી કેરીના સ્ટોલને અડફેટે લેવાના કારણે સ્ટોલના માલિક તથા રિક્ષાના માલિકને ઈજાઑ પહોંચી છે. ટ્રકની ટક્કર એટલી ભયાનક હતી કે રિક્ષાનો ફૂરચો બોલાઈ ગયો હતો. પરંતુ રિક્ષાચાલક બહાર હોવાના કારણે બચી ગયો હતો.

બેકાબૂ ટ્રકના એવા દ્રશ્યો સામે આવ્યા કે રસ્તાની આસપાસ રહેલી ભીડમાં અફરાતફરી જોવા મળી હતી અને આ અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઇ ગઈ હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોતના કારણે માહોલ ગમગીન બની ગયો છે.