ગુજરાત: રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 9મી મેથી 12મી જુન સુધીનું 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યુ છે પરંતુ રવિવારના કારણે વિદ્યાર્થી અને શિક્ષકોને 35ના બદલે 36 દિવસનું ઉનાળુ વેકેશન ભોગવવા મળશે.

ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ એટલે કે, 13મી જુનથી રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે તેવો નિયામક કચેરીએ પરિપત્ર પ્રસિદ્ધ કર્યો હતો. એટલું જ નહીં, નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે આ વખતે ગુજરાતમાં ત્રણ વર્ષ બાદ સરકારી સ્કૂલોમાં બાળકોનો પ્રવેશોત્સવ પણ યોજવામાં આવશે તેવુ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Decision Newsએ મેળવેલી માહિતી મુજબ રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના નવા શૈક્ષણિક વર્ષમાં ધો.5 અને 8માં વિદ્યાર્થીઓને નાપાસ કરવાનો લાગુ કરેલ નિયમનો અમલ થઈ શકે, ધોરણ.1થી જ બાળકને અંગ્રેજી વિષયનો પરિચય શું નવું થશે, ધોરણ.3માં અંગ્રેજી ભણાવાશે, ધોરણ.6માં દ્વિ-ભાષી પાઠયપુસ્તકો આવી શકે,સ્કૂલ ઓફ એક્સલન્સમાં પ્રાથમિક સ્કૂલોમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ વગેરે નવું જોવા મળશે.