ડાંગ: દક્ષિણ ગુજરાતમાં ઘણા આદિવાસી ખેલાડીઓએ રમત-ગમત ક્ષેત્રે પોતાનો દમખમ બતાવી આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી નામના મેળવી છે. ત્યારે ગતરોજ ડાંગની પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ સુરેન્દ્રનગરમાં આયોજીત રાજ્ય કક્ષાની ક્રિકેટ ટૂર્નામેન્ટના મેચમાં વિજય મેળવ્યો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ કોરોના કાળ બે વર્ષ પછી રમાયેલી રાજ્યકક્ષાની પ્રજ્ઞાચક્ષુ બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં ફરી એકવાર ડાંગના શિવારીમાળની ક્રિકેટરો વિજેતા બની છે. ડાંગની પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ પોતાની રમતની પાંચમી વખત ટ્રોફી જીતી છે. આ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓનો મમતા મંદિરમાં આવકાર કાર્યક્રમ યોજાયો હતો.
આજે પણ આદિવાસી વિસ્તારોમાં રમત-ગમત ક્ષેત્રે સુવિધા ન હોવાને કારણે હજુ પણ કેટલાય ખેલાડીઓ પોતાની પ્રતિભા બતાવી શકતા નથી જેના પર ધ્યાન આપવું જરૂરી છે.

