ચીખલી: વર્તમાન સમયમાં ઘરેથી ગુમ થઈ જવું કે ઘરેથી ભાગી જવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે આવોજ એક કિસ્સો ચીખલી તાલુકાના રાનવેરીખુર્દના માહ્યાવંશી મહોલ્લાના ૭૧ વર્ષીય પુરુષના ગુમ સામે આવ્યો છે.
રાનવેરીખુર્દ માહ્યાવંશી મહોલ્લા માં રહેતા દિનેશભાઈ ખુશાલભાઈ પટેલ ઉંમર વર્ષ ૭૧ જેવો તારીખ.૦૪/૦૩/૨૦૨૨ ને સવારે ૯ વાગ્યા ની આસપાસ ઘરેથી પરિવાર ને જાણ કર્યા વિના જતા રહ્યા હતા. Decision Newsને પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગુમ થયેલ ના ભાઈ જશવંતભાઈ ખુશાલભાઈ પટેલ જેવોએ ચીખલી પોલીસ સ્ટેશનમાં જણાવવાજોગ જાણ કરતા જણાવ્યું હતું કે એમના ભાઈ દિનેશભાઈ ખુશાલભાઈ પટેલ ઉંમર વર્ષ ૭૧ જેવો તારીખ.૦૪/૦૩/૨૦૨૨ ને સવારે ૯ વાગ્યા ની આસપાસ ઘરેથી પરિવાર ને જાણ કર્યા વિના જતા રહ્યા હતા અને ઇન્ડિયન ઓવાર્શિસ બેંકમાંથી જનરલ મેનેજર તરીકે ની પદ પરથી નિવૃત થયેલ છે અને થોડા સમયથી એમની માનસિક સ્થિતિ બરાબર રહેતી ન હતી અને જેવો ગયા પછી આજદિન સુધી પરત ફર્યા નથી
જેમનુ વર્ણન કરતાં એમના ભાઈએ જણાવ્યું હતું કે દિનેશભાઈ ખુશાલભાઈ પટેલની ઉંમર ૭૧ વર્ષની શરીરે પાતળા બાંધો, રંગે ઘઉંવર્ણ, ઊંચાઈ આશરે પાંચ ફૂટ આઠ ઇંચ,શરીરે સફેદ શર્ટ તથા બ્લેક કલરનો પેન્ટ પહેરેલ છે તથા પગમાં ચપ્પલ પહેરેલ છે જે ગુજરાતી,હિન્દી,અંગ્રેજી તથા મરાઠી ભાષા બોલી શકે છે. ચીખલી પોલીસએ આજુબાજુની સમગ્ર જનતાને જો ગુમ થયેલ વ્યક્તિની ઓળખ પરખ કે જાણ થાય તો દર્શાવેલ ફોન નંબર પર જાણ કરવાની અપીલ કરવામાં આવી છે ચીખલી પોલીસ સ્ટેશન સંપર્ક નં.૦૨૬૩૪ ૨૩૨૭૦૮ મો. ૯૭૩૭૧૬૫૬૦૪ હાલમાં રાનકુવા પોલીસ ચોકીના જમાદાર સાહેબ શ્રી દિનેશભાઈ એમ પટેલ આગળની વધુ તપાસ હાથ ધરી છે











