વલસાડ: હાલમાં જ ગુંદલાવ ખાતે સામાજિક આગેવાન શ્રી નીલમભાઈ કાંતિલાલ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એમના પરિવાર અને IMA વલસાડનાં સંયુક્ત ઉપક્રમે સંપૂર્ણ ફ્રી મેડિકલ કેમ્પનું એક ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
Decision Newsને મળેલી માહિતી મુજબ આ પ્રસંગે IMA તરફથી ડો. નિરવ ભુલાભાઇ પટેલ, ડો. નિશિથ પટેલ, ડો. દિવ્યાંગી પટેલ, ડો. નીતિનભાઈ પટેલ,ડો. કાંતિભાઈ પટેલ અને એમની હોસ્પિટલનાં સ્ટાફ તેમજ ગુંદલાવનાં આયુષ ડો. ઋષિકેશ વૈદ ઉપસ્થિત રહેલ હતાં.જેમાં 250 કરતા વધારે લોકોએ સંપૂર્ણ ફ્રી મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો અને મફત ચશ્માંનું પણ વિતરણ કરવામાં આવેલ હતું.
કેમ્પને સફળ બનાવવા હેતલબેન, વિકાશભાઈ, ગામના સરપંચ નીતિનભાઈ સહિતનાં અનેક લોકોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો અને એમના પરિવાર તરફથી સેવાભાવ માટે ક્લિનિક ખોલવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી તેમજ IMA, વલસાડ વતી પ્રમુખ ડો નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા જયારે પણ જરૂર પડે ત્યારે સત્કાર્યોમાં સહકાર આપવાની ખાતરી આપવામાં આવી અને સેક્રેટરી ડો નિશિથ પટેલ દ્વારા ફિટ રહેગા તો હિટ રહેગા ઇન્ડિયા વિષય પર સુંદર જ્ઞાન ઉપસ્થિત લોકોને પીરસ્યું હતું.











