કપરાડા: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલા ગામમાં આવેલા સાંઈ ધામ ગાર્ડન આદિવાસી ક્ષેત્રમાં સમભાવ સત્સંગ પરિવાર શરદભાઈ વ્યાસ પ્રેરિત આયોજીત સમૂહ લગ્ન મહોત્સવ 31 જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ધરમપુર અને કપરાડા વિસ્તારમાં છેલ્લા 6 વર્ષથી 8 મો સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જુઓ વિડીયો..
આ સમૂહ લગ્નમાં શરદભાઈ વ્યાસ અને આમંત્રિત મહેમાનો વરરાજાઓ સાથે વરઘોડામાં જોડાયા હતા. વરરાજાઓને સાંઈબાબાના દર્શન કરી લગ્નના મડંપ પહોંચ્યા બાદ લગ્નની વિધિ બ્રાહ્મણ દ્વારા કરવામાં આવી હતી. કન્યાઓને પણ લગ્નના મંડપ પ્રસ્થાન કરાવ્યું હતું. આજે સમૂહ લગ્નમાં એક જોડું વરરાજા અંધ લગ્નમાં જોતા અનેક લોકોની આંખો ભીની થઇ હતી. આ મોંઘવારીના સમયમાં લગ્નના લાયક દિકરીઓને પરણાવવા માટે તેના માતા-પિતાને આર્થીક સમસ્યાઓ ખુબજ મોટી સમસ્યા હોય છે. સમસ્યાને ધ્યાનમાં રાખી પૂ. શરદભાઈ વ્યાસ દ્વારા પ્રતિવર્ષ પ૧ દિકરીઓને સન્માનભેર પરણાવવાનું તથા ઘર વખરીનો સામાન વસ્ત્રો- કરીયાવર રૂપે આપવામાં આવે છે- આ સમુહ લગ્નની પરંપરામાં 31દિકરીઓના સમુહ લગ્નનું આયોજન કરવામાં હતું. શરદભાઈ વ્યાસ દ્વારા સમભાવ સત્સંગ પરિવારના માધ્યમથી આઠમા સમુહ લગ્નનું આયોજન તા. ૩ મે ૨૦૨૨ ના રોજ અખાત્રીજ ના પવિત્ર દિવસે ભવ્યતા થી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું .
સમુહ લગ્નમાં મુંબઈ અને ગુજરાતમાંથી અનેક મહાનુભવો રાજ્ય મંત્રી જીતુભાઇ ચૌધરી ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ કપરાડા આદિવાસી નેતા જ્યેન્દ્ર ગાંવિત ધરમપુર નગરપાલિકા પ્રમુખ જ્યોત્સના બેન મોડી સંખ્યામાં ભક્તો સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

