ચીખલી: ગઈકાલે ચીખલી તાલુકાના ઘોડવણીના ઉતારા ફળીયામાં શિક્ષણ બેરોજગારી મોંઘવારી ખાનગીકરણ EVM મશીન, લાખોની સંખ્યામાં આદિવાસી વિસ્તારોમાં ડેમો જેવી અનેક પ્રકારની સમસ્યાઓથી વિસ્થાપિત થવાનો સિલસિલો ચાલુ કેમ ? ઔદ્યોગિક કોરીડોર શું છે જેવા વિષયો પર વિશેષ ચર્ચા થશે.
આ પ્રસંગે ઘોડવણી ગામના સરપંચ ઉમેશભાઈ માલજીભાઈ પટેલ ઘોડવણી ગ્રામપંચાયત સભ્ય ભારતીબેન મહેશભાઈ પટેલ ઘોડવણી ગ્રામપંચાયત સભ્ય દિપીકાબેન પટેલ, જયંતીભાઈ છોટુભાઈ પટેલ ઘોડવણી, રાષ્ટ્રીય કાર્યકર હંસાબેન આર પટેલ, ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સભ્યશ્રી કલ્પેશભાઈ પટેલ, વાડ રૂઢી ગ્રામસભા અધ્યક્ષ ઉમેશભાઈ પટેલ, વાડ રૂઢી ગ્રામસભા ઉપાઅધ્યક્ષ મિન્ટેશભાઈ પટેલ, આદિવાસી સમાજિક કાર્યકર હિરેનભાઈ એ. પટેલ, રાષ્ટ્રીય અધ્યક્ષ બામસેફ આર.આર. પટેલ વગેરે પોતાના વિચારો રજુ કરશે.
તારીખ 04/05/22 ને બુધવારે સમય સાંજે 8થી 10:30 કલાક સુધી, સ્થળ ઘોડવણી, ઉતારા ફળીયા ચોસઠ જોગણી માતાજીના મંદિર તા.ચીખલી જી. નવસારી ખાતે આ કાર્યક્રમ યોજાનાર છે.

