ચીખલી: મારા ગામને સ્વચ્છ રાખવું મારી ફરજ છે … આ વાક્ય છે ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામમાં સરપંચ નીરવભાઈના.. આવા વિચારશીલ સરપંચ ગામને મળે તો ગામમાં ઉભી થતી અડધી આરોગ્યની સમસ્યા ઓછી થઇ જાય એ નક્કી છે.
Decision Newsને ગામમાંથી મળેલી વિગતો પ્રમાણે ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામના નવા ચુંટાયેલા સરપંચ નીરવભાઈ ઉપસરપંચ નીતાબેન અને ગામ પંચાયતના સભ્યશ્રી દ્વારા ગામમાં સ્વચ્છતા માટે એક અનેરો પ્રયાસ કર્યો છે તેમણે ગામમાં લોકોની સ્વાસ્થ્ય સ્વસ્થ રહે એ હેતુ થી ગામમાં અઠવાડિયામાં એક દિવસ રવિવારે સ્વચ્છતા અભિયાન હેઠળ વાહનને લીલી ઝંડી આપી ફેરવવાનું ચાલુ કરાવ્યું છે જેથી એ ગામમાં લોકો કોઈપણ પ્રકારના કચરાને આ વાહનમાં નાખે અને કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ થાય તો સ્વચ્છ ગામની સંકલ્પના સાર્થક થાય.
રાનવેરીકલ્લા ગામના સરપંચે ગ્રામજનોને પોતાના ગામને સ્વચ્છ રાખવા માટે તેમણે શરુ કરેલા કાર્યમાં સહકાર આપવા અપીલ કરી છે. સરપંચે આધાર કાર્ડની કામગીરી પણ ગામમાં જ ચાલુ કરાવી છે જેથી કચેરીના ધક્કા ગ્રામજનોને ન ખાવા પડે. ગ્રામજનોનું કહેવું છે કે પંચાયતની ચુંટણી જીત્યાની શરૂવાત થી ગ્રામજનો અને ગામના હિત માટે વિચારતા સરપંચ મેળવી અમે ખુશ છીએ. સરપંચ હોય તો આવો બાકી ના હોય તો સારું..











