કપરાડા: આજરોજ વલસાડના કપરાડા તાલુકાના તુકવાડા ગામમા આદિવાસી સંઘર્ષ મોરચા દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી વન અધિકાર કાનુન 2006ના મુદા પર ચર્ચા લોકોને માહિતગાર કરાયા હતા.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે આ બેઠકમાં પાંચમી અનુસુચિત કાયદો. PESA કાનુન, સમતા જજમેટ કાનુન અને ગામડાઓની નાની મોટી સમસ્યાનુ નિરાકરણ લાવવાની ચર્ચા કરવામાં આવી હતી તેમજ 4 મે ના દિને યોજાનાર મિટિંગને સફળ બનાવવામાંની ચર્ચા કરવામા આવી હતી.
આ બેઠકમા આદિવાસી સંઘર્ષ મોરચા ગુજરાત સંયોજક કમલેશ એસ.ગુરવ, કપરાડા તાલુકા કમેટી મેમ્બર રાજુભાઈ વરઠા, તુકવાડા ગામ કમેટીના મેમ્બર કિસનભાઈ દરવડે તેમજ તુકવાડા, ગાઢવી, ધારણમાળ ગામના ભાઈઓ હાજર રહ્યા હતા.

