ડાંગ: ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારના નવાગામના વિસ્થાપિતોને પાંચ દાયકાની લાંબી લડત બાદ આદિજાતિ વિકાસ મંત્રીને હસ્તે જમીનના હક્કપત્રો આપવામાં આવતા હક્દારોમાં ખુશી તો બીજું તરફ આદિવાસી આગેવાનો આને રાજકારણનું ષડયંત્ર જણાવી રહ્યા છે.

Decision Newsને સાથે વાતચીત કરતા એડવોકેટ સુનીલભાઈ જણાવે છે કે ડાંગ અને આદિવાસી સમાજ જાગો. આ સરકાર 25 વર્ષથી સત્તામાં હતી…. ત્યારે કેમ યાદ નઈ આવ્યું નવાગામ ? આજે પણ નવાગામના લોકોને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચુંટણીમાં મતાધિકાર કેમ નથી… ફક્ત વિધાનસભા અને સાંસદની ચુંટણીમાં મતાધિકારનો અધિકાર છે. એની 2022 ની ચુંટણીની તૈયારી તમે કરી રહ્યા છો એ અમે જાણીએ છીએ…. તો નવાગામના લોકોને બંધારણીય અધિકાર ક્યારે આપશો.? હક્કપત્રક આપ્યું છે એ 99 વર્ષનો ભાડા પટ્ટો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે સત્તા પક્ષના નેતાઓ ઉલ્લુ નઈ બનાવો લોકોને ! આપવું હોય તો માલિકી હક્ક આપો અને હક્ક પત્રક આપ્યા છે તો તમે કોઈ ઉપકાર નથી કર્યો એમના પર..પોતાની જમીન નવાગામના લોકોએ ગુમાવી છે અને એ એમનો બંધારણીય અધિકાર છે