ચીખલી: ગતરોજ રાત્રી દરમિયાન ચીખલી તાલુકાના રાનકુવા ગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય ટ્રાઈબલ પાર્ટીના કાર્યકર્તાઓની 1 મે ગુજરાત સ્થાપના દિવસે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચંદેરીયા ગામે યોજાનારી સભાના આયોજનને લઈને મીટીંગ કરવામાં આવી હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ 1 મે ગુજરાત સ્થાપના દિવસે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચંદેરીયા ગામે BTP અને AAP પાર્ટીની સયુંકત આદિવાસી સંકલ્પ મહાસભામાં મા.છોટુભાઈ વસાવા મા.મહેશભાઈ વસાવા અને દિલ્હીના માં.મુખ્યમંત્રી શ્રી અરવિંદભાઈ કેજરીવાલજી સભામાં હાજર રહેવાના હોય તો એ સભામાં નવસારી જિલ્લાથી મોટી સંખ્યામાં AAP અને BTP ના આગેવાનો અને કાર્યકરો પહોંચી શકે એના આયોજનના ભાગરૂપે નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) ના આગેવાનો ની મિટિંગ યોજાઈ હતી.
ભારતીય ટ્રાઈબલ ટાઇગર સેના મહામંત્રી ગુજરાત પંકજ પટેલનું કહેવું છે આ વિધાનસભાની ચુંટણીમાં AAP અને BTPનું સંગઠન ગુજરાતના રાજકારણમાં ખલબલી મચાવી દેશે જો ભાજપ કોંગ્રેસ AAP અને BTPના સંગઠનને હલકામાં લેશે તો પસ્તાશે એ નક્કી છે આ સંગઠન રાજકીય સમીકરણોની સાથે ચુંટણીના પરિણામો બદલી નાખશે.

