ધરમપુર: ગતરોજ ધરમપુરમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આવેલા ઘણાં સમયથી ગ્રાહકોને થતી હેરાનગતિ બાબતે પ્રાંત સાહેબશ્રીને ધરમપુર મામલતદાર સાહેબશ્રી મારફત રજૂઆત કરી ઝડપથી આ સમસ્યાનું નિરાકરણ લાવવા અપીલ કરવામાં આવી હતી

Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુર તાલુકાના તલાટીશ્રીઓ સરપંચશ્રીઓ શાળાના શિક્ષકો કે જેઓ સ્કૂલનું કામ લઇને બેંકમાં કામ માટે આવે છે, તેમને લાઈનમાં ન ઉભા રાખવું અને એમના માટે અલગ વ્યવસ્થા કરવી જેથી બીજા ગરીબ આદિવાસીઓ હેરાન ન થાય અને જો આ રીતે જ સરપંચશ્રી, તલાટીશ્રીઓ અને શિક્ષકો અને ગરીબ આદિવાસીઓને ધક્કા ખવડાશે તો આવનાર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં રજૂઆત કરીશ કે જે ધરમપુર તાલુકા પંચાયતની ગ્રામપંચાયતની ગ્રાન્ટ SBIના ગ્રામપંચાયતના ખાતામાં જમા હોઈ છે તેના તમામ SBI બેંકના ખાતા સરપંચશ્રીઓને સાથે રાખીને બંધ કરવા બાબતે રજૂઆત કરીશ

આ પ્રસંગે અપક્ષના સભ્ય યુવાપ્રિય કલ્પેશ પટેલ   ઋષિતભાઈ મસરાની પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ ધરમપુર, ડૉ.નીરવ પટેલ, ડૉ. કૃણાલ પટેલ, ચિંતુંબાનો છાંયડો હોસ્પિટલ ખેરગામ, રજનીકાન્ત પટેલ મરઘમાળ સરપંચશ્રી, પંકજ ભાઈ ફ્લેશ સ્ટુડિયો ધરમપુર, વાડ રૂઢિગામ સભાના અધ્યક્ષ ઉમેશભાઈ, ઉપાધ્યક્ષ મીનટેષ ભાઈ, હિરેનભાઈ પીઠા,રિટાયર્ડ ફોજી મુકેશભાઈ હાજર રહ્યા હતા.