ખેરગામ: અત્યાર સુધીમાં સમાજમાં પ્રચલિત માન્યતાઓ એવી થઇ ગઈ છે કે કોઈ હાઈફાઈ નામ રાખ્યે તો જ ઉદ્યોગ-ધંધો સારો ચાલે, પણ શરૂઆત થી અલગ વિચારધારાને અપાનાવી મા-બાપના નામથી રાખી ઉદ્યોગ-ધંધોની શરૂવાત કરી સફળતા મેળવી છે પ્રખ્યાત નામ રાખવાથી જ સફળતા મળે છે આ માન્યતાને ડો. નીરવ પટેલ ધૂળધાણી કરી દીધી છે..

ડો. નીરવ પટેલ જણાવે છે કે અત્યાર સુધી 5 સંસ્થાઓમાં મમ્મી ચિંતુંબા, પપ્પા ભુલાભાઇ, પપ્પા હસમુખભાઈના નામની સંસ્થાઓ તો કાર્યરત થઇ ચૂકેલ હતી, પણ એકમાત્ર મારી ખાસ બેનપણી સમાન સાસુમાંના નામનું કંઈપણ ઉપલબ્ધ ન હતું.અને એનો હંમેશા એક વસવસો રહેતો હતો કે બધું થઇ ગયું આ એક બાકી છે, પરંતુ ગઈકાલે એ વસવસો સમાપ્ત કરવાનો સમય મળી ગયો. આજે એક અનેરો આનંદ છે કે ચારેય માં-બાપના નામનું અમારી પાસે કંઈકને કંઈક છે કે જેનાથી ભલે મા-બાપનું ઋણ કદાપિ ચૂકવી નહીં શકાય પરંતુ થોડો પ્રયત્ન કર્યાનો સંતોષ છે.

ગઈકાલે મારી પડખે પડછાયાની જેમ સાથ આપનાર સાથીદાર અને સારા-નરસા તમામ નિર્ણયોના મોડરેટર એવી જીવનસંગીની ડો.દિવ્યાંગીના જન્મદિવસ નિમિત્તે કઈક સારુ કરવાની એષ્ણા અંતે અમને એક સત્કાર્ય તરફ જે રીતે પવન પતંગને પોતાની દિશામાં ખેંચી જાય,એ જ રીતે લોકોનો અમારો પ્રત્યેના પ્રેમનું ઋણ એમની તરસ છીપાવવા તરફની દિશામાં લઇ ગઈ “રસીલાબાની પરબડી” એટલે એક સુંદર પાણીની પરબનું આયોજન થયું છે. અનેક લોકોને પોતાની તરસ છીપાવતા અને પરબડી સાથે સેલ્ફી ખેંચાવતા જોઈને એક અનેરો આનંદ પ્રાપ્ત થઇ રહ્યો છે. જીવાંત સુધી ખુશીઓરૂપી આવી અનેક પરબડીઓ ખોલી શકાય અને લોકોની દુઃખરૂપી તરસ છીપવવાનો અવસર મળતો રહે અને એ થકી લોકજીવનના મોતીઓ વણતા રહેવાનું સૌભાગ્ય સતત પ્રાપ્ત થતું રહે એ જ અમારી પ્રકૃતિમાં ને પ્રાર્થના છે.

સેવારૂપી કાર્યમાં  મીંતેશભાઈ, ઉમેશભાઈ, હિરેનભાઈ, મહેશભાઈ, મુકેશભાઈ દ્વારા એક સુંદર મજાનું સ્ટેન્ડ અને તેમાં પણ આહાહા કરાવે એવા ફુલોના કુંડાઓનું શુસોભન, વ્યવસ્થા એવી કે પાણી બહાર ઢોળાય તો સીધું કુંડાઓમાં એવું સ્ટેન્ડ પૂરું પાડવામાં આવ્યું ને સુરતના મુકુંદભાઈ દ્વારા 3 માટલા પુરા પાડવામાં આવ્યા હતા.