ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ ગલકુંડ રેંજનાં લિંગા બીટ જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર લાકડાની તસ્કરીની આ ઘટનામાં તસ્કરો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે મારમારી થઇ હતી જેમાં તસ્કરોએ AAPના કાર્યકર્તાને માર માર્યો હતો.

જુઓ વિડીયોમાં..

Decision News  પ્રાપ્ત વિગતોજ હાલમાં ગતરોજ રાત્રીનાં અરસામાં દક્ષિણ ડાંગ વનવિભાગમાં સમાવિષ્ટ ગલકુંડ રેંજનાં લિંગા બીટ.ન.2નાં જંગલ વિસ્તારમાં મોહનભાઈ બુધ્યાભાઈ ચોર્યા નામનાં ઈસમને ડાંગ જિલ્લાનાં ગલકુંડ રેંજનાં આર.એફ.ઓ મંજુલાબેન ઠાકરે સહિત વનકર્મીઓની ટીમે અટકાયત કરી સ્થળ પરથી ગેરકાયદેસર લાકડામાં બે નંગ સાગી ચોરસા 0.221 ઘનમીટર જે અંદાજીત 6188 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.