નવસારી: આજરોજ નવસારી જિલ્લામાં બિન સચિવાલયની પરીક્ષાના ઘણાં શાળાના સેન્ટરો પર પરીક્ષાર્થીના બેગ ગેટની બહાર રસ્તા પર મુકાવતા યુવાનોમાં કિંમતી વસ્તું ચોરી થવાની ભીતિ સર્જાઈ હતી જેને લઈને પરીક્ષાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો.

આજે ગુજરાતમાં બિન સચિવાલયની પરીક્ષા લેવામાં આવી ત્યારે નવસારી જિલ્લાના ઘણી સ્કૂલોમાં મોટા પ્રમાણમાં પરીક્ષાર્થી પરીક્ષા આપી હતી. પણ નવસારી જિલ્લાની મોટાભાગની સ્કૂલોમાં પરીક્ષાર્થીની બેગ પરીક્ષા સેન્ટરના ગેટની બહાર જાહેર માર્ગ પર મુકાવતા પરીક્ષાર્થીઓ માટે મુશ્કેલી ઉભી થઇ હતી ઉલ્લેખનીય છે કે પરીક્ષાર્થી કોઈક પ્રાઇવેટ વાહન કે બસ કે ઓટો રિક્ષામાં આવ્યા હોય ત્યારે જરૂરી વસ્તુ, પોકેટ, પૈસા કે ફોન બેગ ત્યારે પરીક્ષા કેન્દ્ર પર એક નાની અમથી બેગ મુકવાની પણ સુવિધા કરવામાં ન આવી તેથી પરીક્ષાર્થીઓ જે તે કેન્દ્રના અધિકારીઓને બેગ કે જરુરી વસ્તું કમ્પાઉન્ડમાં મુકવા માટે આજીજી કરવામાં આવી હતી ત્યારે ગેટ પર પોલીસકર્મી અને અધિકારીએ ઉગ્ર વલણ સાથે પોતાની મનમની કરવામાં આવી ઘણા પરીક્ષાર્થીઓ પરીક્ષા સેન્ટરપર એકલા આવતા હોવાથી જરૂરિયાતની વસ્તુ ક્યાં મૂકવી એની દુવિધામાં મુકાઈ ગયા હતા.

હાલમાં ચોરીના અનેક કિસ્સા સામે આવ્યા હોય છે ત્યારે ચોરીના કિસ્સાને ધ્યાન પર લેતા આવી જરૂરિયાતની વસ્તુ વાળી બેગ મૂકવા માટે કેન્દ્ર પર એક થી બે રૂમની ફાળવણી કરવામાં આવવી જોઈએ ત્યારે Decision News અનેક સેન્ટરની મુલાકાત લીધી હતી જેમાં જાણવા મળ્યું કે પરીક્ષાર્થી દ્વારા સેન્ટર પર ઘણી આજીજી કર્યા બાદ અમુક સેન્ટર પર ગેટની અંદર બેગ મુકાવા દેવામાં આવી હતી પણ મોટાભાગના પરીક્ષા સેન્ટરો પર પરીક્ષાર્થીની બેગો બહાર જોવા મળી હતી જે તંત્રની ઘોર બેદરકારી કહી શકાય.