કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના શિક્ષક ભવન કપરાડા ખાતે દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા કપરાડાનાં અંતરિયાળ આદિવાસી વિસ્તારનાં ૧૬ ગામોમાં આત્મનિર્ભર ગામ તથા ગ્રામગરિમા યોજના હેઠળ સાધન સહાય આપવામાં આવી હતી
Decision Newsને મળેલી માહિતી મુજબ દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા આત્મનિર્ભર તથા ગ્રામ ગરીમાં યોજના હેઠળ સાધન સહાઈ માટે કપરાડા તાલુકાના ૧૬ ગામોમાં કર્ચોંડ, લવકર, બાબરખડક, વડખંબા, કાજલી, કોઠાર, વડોલી. રહોર, બોરપડા, દીક્ષલ, કપરાડા, દીવશી, વડસેત, કરજુંન, બુરવડ વગેરે ગામોમાં સાધન સહાય કરવામાં આવી હતી.
લોકાર્પણ પ્રસંગે અધ્યક્ષ સ્થાને કપરાડા તાલુકા પંચાયના પ્રમુખ શ્રી મોહનભાઈ ગરેલ તા.પ સભ્ય અરવિંદભાઈ કોંતી તા.પ સભ્ય ઉમેશભાઈ, સ્ટ નાં મેમ્બર. ભાવેશ પટેલ અમરભાઈ, ઇશ્વરભાઇ ડી સાહરી, ધર્માભાઈ સરનાયક, ઇશ્વરભાઇ ચૌધરી અને ગૌતમભાઈ દળવી તથા દરેક ગામના સરપંચ તથા જરૂરિયાતમંદ ગામના લાભાર્થી ઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.











