વાંસદા: વર્તમાન સમયમાં સરપંચ ગ્રામજનોની ખુશહાલી માટે પોતાની પંચાયતમાં આવતા કર્યો શરુ કરી રહ્યા છે ત્યારે વાંસદા તાલુકાના ખાનપુર ગામના સરપંચ શ્રી ભારતીબેન દ્વારા ગ્રામવિકાસને લઈને પોતાના ગામમાં કાર્યોનો શુભારંભ કરી દીધો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ગતરોજ વાંસદા તાલુકાના ખાનપુર ગામના સરપંચ શ્રી ભારતીબેન દ્વારા ગ્રામવિકાસ કામનો આરંભ કરી દીધો છે તેમણે ગામમાં 15 માં નાણાપંચ માંથી પ્રધાન ફળિયામાં રસ્તાનુ ખાર્ત મુહૂર્ત કર્યું હતું. આ સરપંચની કામગીરીથી ગામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આ ખાનપુર ગામના પ્રધાન ફળિયામાં રસ્તાનુ ખાર્ત મુહૂર્ત પ્રસંગે ગ્રામજનો સાથે તાલુકા સદસ્ય જગુભાઈ ચૌધરી અને વડીલો પણ ઉપસ્થિત રહ્યા હતા.











