પારડી: આદિવાસી નેતા અને ધારાસભ્યશ્રી અનંત પટેલના નેતૃત્વમાં અગામી 28/042022ના દિને હાઈ પાવર સ્ટેશન ગોઈમા તાલુકા પારડી જિ. વલસાડના વિરોધમાં આમ જનતા અને આદિવાસીઓ રસ્તા પર ઉતરી પારડી મામલતદારશ્રીનો ઘેરાવો અને આવેદનપત્ર આપવા મુદ્દે એક બેઠક યોજવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે દેશમાં આદિવાસીઓ અને આમ જનતા પરેશાન, આઝાદી દરમિયાન ઇતિહાસ મહાત્મા ગાંધીની સભાઓ યાદ કરી આદિવાસીઓની આઝાદી અને રાત્રી સભાઓ યોજી મહાત્મા ગાંધીના માર્ગે અહિંસક લડત, પારડીના મોટા ભાગના ગામો તથા આજુબાજુના ગામોમાં ખેડૂતો અને સામાન્ય પરિવારોને ભારે નુકસાન થવાની સંભાવના સાથે ખેડૂતોની જમીન સાથે અન્યાય થઇ રહ્યો છે ત્યારે સૌ આદિવાસી લોકોએ સંગઠિત થઇ લડવું પડશે.

પારડી તાલુકાની ગ્રામ્ય સભામાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસંતભાઈ બી. પટેલ, પારડી તાલુકા પંચાયતના માજી પ્રમુખ મુકેશભાઇ પટેલ, પારડી તાલુકા કોંગ્રસના ઉપપ્રમુખ સતિષભાઈ પટેલ, તાલુકા સિનિયર આગેવાન જે.કે.પટેલ ગોઈમા, સિનિયર આગેવાન અને ખેરલાવના માજી સરપંચ સુરેશભાઈ પટેલ, ખેરલાવના સિનિયર આગેવાન હિતેશભાઇ પટેલ, જિલ્લા યુથના ઉપપ્રમુખ રવિભાઈ પટેલ, જિલ્લાના N.S.U.Iના ઉપપ્રમુખ ધર્મસિંહ વી.પટેલ, પારડી તાલુકા યુથના પ્રમુખ અમિતભાઈ એડવોકેટ, સિનિયર આગેવાનો નરેશભાઈ અંબાચ, અવિનાશભાઈ અંબાચ સિનિયર આગેવાન મહેશભાઈ ડુમલાવ, જીતુભાઈ, મહેશભાઈ ડેપ્યુટી સરપંચ રોહિણા, સરપંચશ્રીઓ, માજી સરપંચશ્રીઓ વગેરે સભાઓમાં મોટી સંખ્યામાં યુવાનો અને ભાઇ-બહેનો હાજર રહ્યા.