ખેરગામ: વર્તમાન સમયમાં ભૂ માફિયાની દાદાગીરી ધીમે ધીમે ખુબ જ વધી ગઈ છે ત્યારે હાલમાં ખેરગામના પાલણ ગામના વિતા ફળિયાના સર્વે નંબર 263,264,265,266,259,262,257 લાગુ ગ્રામ પંચાયત તળાવમાંથી માટીનું ખોદકામ થઈ રહેલું છે.
નરેશભાઈ રામુભાઈ નાયકાનું કહેવું છે કે ઉપર મુજબના સર્વે નંબર વાળમાં ઘરો આવેલા છે. અને તળાવની બાજુમાં આવેલ હોય અને જી,સી,બી થી ભુ માફિયા દ્વારા માટીનું ખનન થઈ રહેલુ હોય અને બાજુમાં અમારા ઘરો આવેલા હોય તો જી સી બી દ્વારા જે ખોદકામ થઈ રહેલું છે.જેની અસર અમારા ઘરો પર થઈ રહેલ છે.અમારા ઘર જુના હોય જનરીત ઘરથી હાલતમાં હોય તો આ ખનન કામ અમારા ઘરથી 20 ફૂટ દૂરથી ખોદકામ કરવું જોઈએ જો અમારા ઘરોને માટી ખનન થી અમારા ઘરો ઘસી પડે ઘર તૂટી જાય કે તૂટી પડે અને કોઈને પણ જાનહાની ઘર વકરી સામાનને કોઈ નુકશાન થાય તેની સંપૂર્ણ જવાબદાર લાગતા વળગતા અધિકારી ઓની રહેશે.
શું ગ્રામ પંચાયત તળાવમાંથી ખુલ્લેઆમ માટીનું ખોદકામ વિષે ગ્રામ પંચાયત કે તાલુકા- જિલ્લા પંચાયતના તંત્રને ખબર નથી કે જાણી જોઇને આંખ આડા કાન કરી રહ્યા છે. જો આવી સ્થિત જ રેહશે તો તંત્ર શું કામનું એવા સવાલો ઉઠાવી રહ્યા છે.











