વાંસદા: ગતરોજ વાંસદા તાલુકામાં આવતા તમામ ગામોના સરપંચશ્રીઓં દ્વારા પાંચ વર્ષ માટે સરપંચ એસોસીએશન બનાવામાં આવ્યું જેમાં સરપંચ એસોસીએસન પ્રમુખ તરીકે એટલે કે વાંસદા સરપંચ એસોસીએશનઓ સરતાજ ઉનાઈ ગામના સરપંચ મનીષભાઈ પી. પટેલ શિરે પહેરાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે દર પાંચ વર્ષે ગ્રામપંચાયતો ની ચુંટણી બાદ સરપંચ એસોસીએશનની રચના થાય છે. એનાથી સરપંચના પ્રશ્નોને વાચા આપવા માટે અને તાલુકાના અધિકારો અને સરપંચો વચ્ચે સીધું સંકલન રહે એના માટે સરપંચ એસોસીએશનની ચુંટણી અને સભા કૂંકણા સમાજ ભવન વાંસદા ખાતે રાખવામાં આવી હતી જેમાં 50 થી વધુ સરપંચો થયા હતા અને બિનપક્ષીય રીતે પ્રમુખને ચુંટવા કાર્યવાહી કરવામાં આવી જેમાં પ્રથમ તબકે રાણીફળિયા સરપંચ શ્રીબાબુભાઈ પટેલ અને ઉનાઈ સરપંચ શ્રી મનીષભાઈ પટેલનું નામ મુકવામાં આવ્યું જેમાં રહેલા બધાજ સરપંચશ્રીઓએ પોતાનો હાથ ઉચો કરીને ઉનાઈના નવપ્રધાન સરપંચ મનીષભાઈ પટેલ સર્મથન આપી પ્રમુખ બનાવામાં આવ્યા હતા
આ પ્રસંગે સરપંચ એસોસીએસન પ્રમુખ મનીષ પટેલ જણાયું હતું કે પાંચ વર્ષ સુધીના આ એસોસીએશનમાં સંકળયેલા સરપંચને કોઈ પણ કાયદાકીય મુશ્કેલી થાય અથવા કોઈપણ પ્રકારનું અક્સ્માંત્ત થાય તો અમારું એસોસીએસન મદદરૂપ થશે અને ગ્રામ વિકાસના કામોમાં એકબીજાને મદદરૂપ બનીને કામો કરીશું હું મને સોપાયેલી તમામ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ.











