વાંસદા: ગતરોજ વાંસદા તાલુંકામાં આમ આદમી પાર્ટી દ્વારા જનસંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં AAP પાર્ટીના રાકેશભાઈ હિરપરા, રામભાઈ ધડુક વાંસદા વિધાનસભાના પ્રભારી અવિનાશ સોલંકી તેમજ વાંસદા તાલુકાના પ્રમુખ ચિરાગ પટેલ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા રાકેશભાઈએ દિલ્લી મોડલ તેમજ પંજાબમાં આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહેલા કામોની માહિતી ઉપસ્થિત લોકોને આપવામાં આવી હતી તેમણે વધુમાં જણાવ્યું કે દિલ્લીમાં 200 યુનિટ વીજળી ફ્રી કરવામાં આવી છે તેવી જ રીતે જો ગુજરાતમાં કરવામાં આવે તો પ્રતિ પરિવાર 1500 રૂપિયાની બચત દરેક મહીને થઇ શકે છે
આ ઉપરાંત તેમનું કહેવુ હતું કે દિલ્લીમાં મેડીકલ સુવિધા મફત મળે છે કોઈ પણ પ્રકારની લેબોરેટરી ખર્ચ વસુલવામાં આવતો નથી તથા વડીલો માટે તીર્થસ્થાનોની યાત્રાની યોજના બનાવી તેમને મફત યાત્રા કરાવવામાં આવે છે. ત્યારે બાદ તેમણે ગુજરાતના શિક્ષણની સ્થિતિ લઈને ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા તેમને શિક્ષણનું બત્તર હાલત માટે BJP સરકારને જવાબદાર ઠેરવી છે સાથે સાથે જ AAP પાર્ટીના કાર્યકર્તાઓને 2022ની વિધાનસભાની ચુંટણીને લઈને તૈયારી શરુ કરી દેવા આહ્વાહન પણ કરવામાં આવ્યું હતું.