વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના સરપંચ એસોસિયેશનની મિટિંગ યોજવામાં આવી હતી જેમાં વર્તમાન સમયમાં વાંસદા તાલુકા સરપંચ એસોસિયેશનના ઉપ પ્રમુખ દુબળ ફળિયા ગામના સરપંચ મહેન્દ્રભાઈ નગીનભાઈ પટેલની વરણી કરવામાં આવી છે.
વાંસદા તાલુકા આવેલી 86 જેટલી ગ્રામપંચાયતોમાં હાલમાં નવા ચુંટાયેલા સરપંચો પોત-પોતાના ગામોમાં ગ્રામવિકાસના કર્યો કરી રહ્યા છે ત્યારે Decision Newsને મળેલી માહિતી મુજબ આજરોજ વાંસદા તાલુકાના સરપંચ એસોસિયેશનની મિટિંગ યોજવામાં આવી હતી જેમાં તમામ ભેગા થયેલા સરપંચો દ્વારા પોતાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરની કરી હતી જેમાં વાંસદાના દુબળ ફળિયાના સરપંચ મહેન્દ્રભાઈ પટેલની ઉપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે જેને લઈને સમગ્ર ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
મહેન્દ્રભાઈ જણાવે છે કે સરપંચ એસોસિયેશનમાં રહેલા તમામ સરપંચોનો હું આભાર માનું છે કે મારા પર તાલુકાના ઉપપ્રમુખ તરીકેની પસંદગી ઉતારી છે હું મને સોપવામાં આવેલી કામગીરીને સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને વાંસદા તાલુકાના તમામ ગામોમાં ગ્રામવિકાસના કર્યો કરાવવા માટે કટિબદ્ધતા બતાવીશ.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)