ABP અસ્મિતા ફોટોગ્રાફ્સ

વ્યારા: વર્તમાન સમયમાં જ બાળકોના આકસ્મિક મૃત્યુની ઘટનાઓ દક્ષિણ ગુજરાતમાં વધી રહી છે ત્યારે વ્યારા તાલુકામાંથી એક ચોંકાવનારા કિસ્સો બહાર આવ્યો છે જ્યાં તળાવમાં ન્હાવામાં પડેલા 2 બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે.

મીડિયા રીપોર્ટ અનુસાર વ્યારા તાલુકામાંથી તળાવમાં નાહવા પડેલા 4 બાળકોમાંથી બે બાળકોના ડૂબી જવાના કારણે મૃત્યુ થયાના છે જ્યારે બે બાળકોને ફાયરની ટીમે રેસ્ક્યુ કરી મૃત અવસ્થામાં બહાર કાઢી બચાવી લેવામાં આવ્યા છે હાલમાં આ બે બાળકોની સ્થિતિમાં સુધાર હોવાનું જણાવા મળ્યું છે

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બે મૃતક બાળકોના માતા પિતા મજૂરીકામ કરે છે આ પરિવાર માટે અત્યારની સ્થિતિ ઘણી જ દુઃખદાયક બની છે.