ધરમપુર: ધરમપુરની શ્રી વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ દ્વારા ફની ડાન્સ, ફિલ્મી ડાન્સ, પ્રહસન ગ્રુપ ડાન્સ, ગરબા, રાજસ્થાની નૃત્ય, આદિવાસી નૃત્ય તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરતાબોનો રજુ કરી હતી.

દ્રશ્યો ચિત્રો..

આ કાર્યક્રમમાં ગરબા, ફિલ્મી ડાન્સ અને રાજસ્થાની નૃત્ય જેવી કૃતિઓ રજુ કરવામાં આવી હતી જેમાં દર્શકોએ આનંદ ઉઠાવ્યો હતો.

કોલેજના સાંસ્કૃતિક ઉત્સવ કોમેડી ડાન્સ દ્વારા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓએ ઉપસ્થિત મહેમાનોનું ભરપુર મનોરંજન કર્યું હતું.

કાર્યક્રમમાં કેટવોક અને નાટક સાથે રાસ-ગરબા દ્વારા વિદ્યાર્થીઓએ કાર્યક્રમને વધુ રોચક બનાવી લોકોને આનંદ કરાવ્યો હતો.

આ પ્રસંગે સાંઈનાથ હોસ્પિટલના ડો હેમંતભાઈ પટેલ, વિદ્યાર્થી સંઘના પ્રમુખ પહ્માબેન ઠાકરે, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, પાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન દેસાઈ, પાલિકા ઉપપ્રમુખ નરેશભાઈ પટેલ, આદિવાસી એકતા પરિષદના ધરમપુરના પ્રમુખ કમલેશભાઈ પટેલ, અપક્ષ તાલુકા સભ્ય કલ્પેશભાઈ પટેલ અને બામટીના સરપંચ વિજયભાઈ પાનેરીયા વગેરે અને મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.