વાંસદા: હાલમાં જ વાંસદા તાલુકાના મોટાભાગની પંચાયતોને ગ્રામવિકાસના કામો માટે ગ્રાન્ટ મળવાની શરૂવાત થઇ ગઈ છે ત્યારે વાંસદાના દુબળ ફળિયા ગામના સરપંચે તો ગ્રામવિકાસ કામો એક પછી એક ચાલુ પણ કરી દીધાના દ્રશ્ય ચિત્ર સામે આવ્યા છે.
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે વાંસદાના દુબળ ફળિયા ગામમાં હનુમાનજી મંદિર પટાંગણમાં બ્લોક પેવિગનું કામ અને નદી ફળિયામાં મુખ્ય રસ્તાની નગીનભાઈ પટેલનાં ધર સુધી બ્લોકના રસ્તાનું ખાર્તમૂહર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સરપંચ મહેન્દ્રભાઈ પટેલ અને ગામ આગેવાનો સતિષભાઈ, શુકકર ભાઈ, માનસિંગ ભાઈ હાજર રહ્યા હતા.
સરપંચ મહેન્દ્રભાઈ પટેલનું કહેવું છે કે આવનારા સમયમાં હજુ ઘણાં ગ્રામવિકાસના કામોની આયોજન બનાવવામાં આવ્યું છે અને સમયે સમયે તેની શરૂવાત કરી દેવામાં આવી છે હું માનું છું કે પ્રજાના પૈસા પ્રજાના સુખાકારી માટે જ વાપરવા જોઈએ અને અમે એ જ કરી રહ્યા છે.