ધરમપુર: આજે મહિલાઓ વિધિધ ક્ષેત્રમાં પોતાનું કૌશલ્ય બતાવી રહી છે ત્યારે ગતરોજ ધરમપુરના બીલપુડી ગામના બેઝ ફળીયામાં રસિકભાઈ અને મયનાબેનની સુપુત્રી સ્મિતાબેન ભોયાનો BSFમાં પોસ્ટીંગ મળવા બાબતે ગ્રામજનો દ્વારા તેમનો સન્માન સભારંભ યોજવામાં આવ્યો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ 1 વર્ષ હોશિયારપુર પંજાબમાં રહી ટ્રેનીંગ પૂરી કર્યા બાદ રાજસ્થાન ગુજરાત બોર્ડર બાડમેરમાં સ્મિતા બેનનું પોસ્ટિંગ થયું છે. ભારતમાતાની આ આદિવાસી દીકરીને દેશની સેવા માટેની તત્પરતા દાખવવા બદલ સમાજ તરફથી લોકો અભિનંદન પાઠવી રહ્યા છે આપણા સમાજમાંથી જ્યારે છોકરા પણ ખુબ જ ઓછી સંખ્યામાં દેશની સેવા કરવા આવી ફિલ્ડમાં જતા હોય છે ત્યારે આ આદિવાસી દીકરીએ જે ઉત્સાહ અને જુસ્સો બતાવ્યો છે  તે ખરેખર આવનારા સમયમાં આદિવાસી સમાજમાં પ્રેરણારૂપ બનશે એ નક્કી છે

આજે આ આદિવાસી દીકરીએ માત્ર પરિવાર કે બીલપુડી ગામનું જ નહિ પણ આપણા સમગ્ર આદિવાસી સમાજનું નામ રોશન કર્યું છે દેશની સેવાને પોતાનો કર્મ બનાતાવતી સ્મિતાબેનએ આદિવાસી દીકરીઓમાં પણ દેશ સેવાની ચિનગારી પ્રગટાવી છે એમ કહેવામાં કોઈ ખોટું નથી.