નવસારી: વર્તમાન સમયમાં યોજાયેલ રાજય પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની સરકારી શાળા લાખાવાડી પ્રાથમિક શાળાની ધોરણ 6 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની નિધીકુમારી સુનિલભાઈ પટેલે રાજય પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં 200 માંથી169 ગુણ મેળવી વાંસદા તાલુકામાં દ્વિતીય ક્રમ મેળવી શાળાનું તથા માતા -પિતાનું ગૌરવ વધાર્યું.

Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાંથી લાખાવાડી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની રાજ્ય પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં દ્વિતીય ક્રમે મેળવનાર નિધીકુમારી સુનિલભાઈ પટેલ (રહેવાસી-મહુવા તાલુકાના તરકાણી ગામ) જે ધોરણ -1 થી જ સરકારી શાળામાં અભ્યાસ કરે છે, નિધીકુમારી નાનપણથી શિક્ષણમાં ખૂબ જ રુચિ ધરાવે છે, પુસ્તકોનું વાંચન કરી નવી નવી માહિતી મેળવવાની, અવનવી પ્રવૃતિઓ કરી નવું જાણવાની ધગશ ધરાવે છે તેથી તે શાળા કક્ષાની અનેક પરીક્ષામાં તથા બાહ્ય પરીક્ષાઓ માં ઉત્તીર્ણ થઈ છે.

નિધીનાં માતા-પિતા સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.તેમની ઈચ્છા છે કે એમનાં બાળકો સરકારી શાળામાં જ અભ્યાસ કરી એમનાં લક્ષ્ય સુધી પહોંચી એમનાં સ્વપ્નો સાકાર કરે. રાજય પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર નિધીકુમારીને આ પરીક્ષામાં સફળતા અપાવવામાં માર્ગદર્શક આચાર્ય શ્રી, શિક્ષણ આપનાર શિક્ષકો તથા પ્રેરણા આપનાર માતા-પિતાને DEClSION NEWS ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.