વલસાડ: ગતરોજ કપરાડા તાલુકામાં શિક્ષણ ભવન હોલમાં CPI (ML) પાર્ટી તેમજ આદિવાસી સંઘર્ષ મોરચા દ્વારા લક્ષ્મણ વાડિયાના સ્મૃતિ દિવસની યાદમાં અને તેમની સેવાઓના કાર્યો વાગોળવા આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ આ સંમેલન કાર્યક્રમ લક્ષ્મણ વાડિયાને શ્રધ્ધાંજલિ આપીને શરૂ કરવામાં આવ્યો હતો. આ સંમેલનમાં મુખ્યત્વે PESA કાયદો, પાંચમી સૂચિ, સમાનતા ચુકાદો કાયદો, અલગ રાજય “ભીલ પ્રદેશ”ની માંગ, આદિવાસી વન આદિકાર કાયદો 2006, મહિલા પર થતો અત્યાચાર-શોષણ તેમજ પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેકટ પર જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી તથા મહિલા પર થતો અત્યાચાર-શોષણ પર જોરદાર ચર્ચા કરવામાં આવી હતી
આ સંમેલનમાં CPI (ML) પાર્ટીના નેતા કૉમરેડ પ્રભાત કુમાર ન્યુ દિલ્હી, ગુજરાત પ્રભારી કૉમરેડ રંજન ગાંગુલી ન્યુ દિલ્હી ગુજરાત રાજય કમેટી સચિવ કૉમરેડ અમિત પાટણ વાડિયા અમદાવાદ મહારાષ્ટ્ર રાજય સચિવ કૉમરેડ શ્યામ ગોહિલ તેમજ આદિવાસી સંઘર્ષ મોરચા સંયોજક કૉમરેડ કમલેશ ગુરવ, ધરમપુર તાલુકા સચિવ કૉમરેડ આનંદ બારાત, ઉમરગામ તાલુકા સચિવ કૉમરેડ હરેશ વરલી તેમજ સરપંચ શ્રી જયેન્દ્ર ગાવિત, ધરમપુર તાલુકા પંચાયત ભાનવળ -7 સભ્ય કાળુ તુબડા તેમજ આગણવાડી બેનો અને ધરમપુર, ઉમરગામ, કપરાડા તાલુકાઓમાંથી આવેલા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.











