પારડી: થોડા મહિનાઓમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે કપરાડાના ગામે ગામમાં જઈ લોકોના જમીની સ્તરના પ્રશ્નો અને સમસ્યા જાણી એના નિવારણ ઉપાયો શોધતા વસંતભાઈને જોઇને લાગે છે કે વેચાણ ઋતુની પાનખરમાં ખરી પડેલી કોંગ્રેસને સજીવન કરતા વસંતી વાયરા.. વાય રહ્યા છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ગતરોજ હાઈ પાવર સ્ટેશન સૂચિત ગોઈમા કામે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસંતભાઇ બી. પટેલની મુલાકાત દરમિયાન રજૂઆત કરી હતી. હાલમાં સૂચિત હાઈ પાવર સ્ટેશનના વિરોધમાં મહિલાઓ અને યુવાનો રસ્તા ઉપર ઉતરતા ઘર્ષણનો માહોલ છે ત્યારે વસંતભાઇ પટેલની મુલાકાત લીધી હતી. આગામી સમયમાં કાર્યક્રમ તથા આ વિસ્તારના જનતાના પ્રશ્નો અને ખેડૂતોની માલિકોની જમીન કામે હક અને અધિકારની લડાઈ હાઈ પાવર સ્ટેશન વિરોધમાં આઠ થી દશ જેટલા ગામોએ ટેકો જાહેર કરેલ છે
ગોઈમા ગામે મુલાકાત દરમિયાન પારડી તાલુકાના સિનિયર કોંગ્રેસના આગેવાન જે.કે.પટેલ, વલસાડ જિલ્લાના NSUIના ઉપપ્રમુખ ધર્મસિંહ વી.પટેલ, આદિવાસી આગેવાનો સુરેશભાઈ સી.પટેલ, રાજેશભાઈ એમ નાયકા, યોગેશભાઈ સી.નાયકા, જીતુભાઈ આઈ. પટેલ,નયનાબેન સી. નાયકા, સુમિત્રાબેન જે.પટેલ, હેમાબેન આર.નાયક, બ્રિજેશભાઈ પટેલ, મહેશભાઈ રવિભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ, અશોકભાઈ વેસ્તાભાઈ પટેલ તથા વિશાળ સંખ્યામાં યુવાનો, મહિલાઓ, આ વિસ્તારના ભાઇ-બહેનો રજુઆત સાથે હાજર રહ્યા.











