કપરાડા: કપરાડા તાલુકાના દિક્ષલ ગામ ખાતે મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત 49.53 લાખ રૂપિયાના ખર્ચે બની રહેલા માર્ગના કામની ગુણવત્તાવિહીન કામગીરીનો આક્ષેપ કરી સ્થાનિક ગ્રામજનોએ કામ અટકાવી દેતા જવાબદાર વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ કપરાડાના દિક્ષલ ગામની મુખ્યમંત્રી સડક યોજના હેઠળ રૂ 49.53,462.84 લાખના ખર્ચે દિક્ષલ મુખ્ય રસ્તાથી હનુમાન મંદિર, કાકડ ફળિયાથી જવરી ફળિયા રોડનું કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં આ માર્ગની કામગીરીમાં માર્ગમાં વચ્ચે આવતા ટેકરા વાળા માર્ગ ઉપર કામગીરી ચાલી રહી હતી તેમાં કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરી મગળવારે સ્થાનિક ગ્રામજનોએ આ કામને અટકાવી દીધું હતું.

આ ઘટના વિષે ધરમપુર કપરાડા તાલુકાના માર્ગ મકાન વિભાગના ઇજનેર કે. કે. પટેલે જણાવ્યું કે દિક્ષલમાં માર્ગનું કામ સ્થાનિકોએ અટકાવી દીધું હોવાની માહિતી મળતા કચેરીના અન્ય કર્મચારીને મોકલ્યા છે અને જે રસ્તાના ટેકરા વાળા ભાગના રસ્તાની કામગીરીને છોડી અન્ય ભાગનું કામકાજ શરૂ કર્યું હતું અને રસ્તાની કામગીરીનું પણ સરવે કરી તપાસ કરાશે