ચીખલી: હાલમાં ચીખલીના ખરોલી, રાનવેરીકલ્લા, રાનવેરીખુર્દ સહિતના ગામોમાં ઘર વપરાશના પીએનજી ગેસ જોડાણની સુવિધા ઉપલબ્ધ બની નહિ જેને લઈને નેચરલ ગેસની સુવિધા માટે અનેક વખત પૂર્વે સાંસદ અને મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં હજુ સુધી આ ગામો નેચરલ ગેસની સુવિધાથી વંચિત છે. જેના કારણે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ગુજરાત ગેસ કંપની દ્વારા ઉપરોક્ત ગામોની દરખાસ્ત 2020માં તૈયાર થઈ તથા જિલ્લા કલેકટરના હસ્તે મોકલાવેલ દરખાસ્તને સરકારના પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા મંજૂરી મળતાં વર્ષ 2020-21માં રેલવે ક્રોસિંગની કામગીરી પૂર્ણ થઇ ગઈ હોવા છતાં કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલતા હોઅવાના કારણે લોકોના ઘર સુધી નેચરલ ગેસની લાઈનો પોહચી નથી. અને ખરોલી ગામમાં તો માંડ 15-20 ટકા કામ થયું છે.
ખરોલી ગામના જાગૃત યુવા રીતેશ પટેલ જણાવે છે કે સરકારની આવી ધીમી કામગીરી લોકો આક્રોશમાં આવી ગયા છે. જેના કારણે આવનારી વિધાનસભાની ગુજરાતની ચુંટણીના સમીકરણો બદલાવવાના અણસાર દેખાય રહ્યા છે.











