ધરમપુર: પારડી GIDCની એક કંપનીમાં નોકરી કરતાં ધરમપુર તાલુકાના મોહપાડા ગામના એક યુવાને કામના સ્થળે મંગેતર આવવાની ના પાડતાં તેને ખોટું લાગ્યું અને તેણે ગતરોજ ગળે પારડીમાં ફાંસો ખાઈ આત્મહત્યા કર્યાનું સામે આવ્યું છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ પારડી દૌલત નગરમાં અલીફ એપાર્ટમેન્ટમાં ફેલ્ટ નંબર 205માં ભાઈ અને ભાભી સાથે રહેતા ઉમેશ કિશનભાઈ નેવળ ઉવ 19.ની એક વર્ષ અગાઉ મમતીબેન શુક્કરભાઈ મોકાસી સાથે સગાઈ કરવામાં આવી હતી. ઉમેશભાઈ દમણના દોરી કડૈયામાં નોકરી કરતો હતો ગત 9 એપ્રિલે ઉમેશને તેની મગેતર મમતી એ સાથે આવવાની ના પાડતા તેને ખોટુ લાગી આવ્યું અને તેના ભાઈ ઉમેશને સમજાવીને પારડી લઈ આવ્યો હતો ત્યારે બપોરે ફ્લેટ પર ધીરેશ નાઈટ શીપ કરી હોવાથી ઊંઘમાં હતો ત્યારે જ બીજા રૂમમાં ઉમેશે આત્મહત્યા કરી લીધી હતી.
બીજા રૂમનો દરવાજો અંદરથી લોક હોવાના કારણે ભાભી અને ધીરેશ ગભરાઈ ગયા હતા અને પારડી પોલીસને જાણ કરતા પોલીસે દરવાજો ખોલી જોતા ઉમેશ રૂમમાં પંખાથી દોરી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.











