વલસાડ: લોકતંત્રનો ચોથો સ્થંભ ગણાતા વલસાડના પત્રકાર સામે ખોટી રીતે ગુનો દાખલ કરલ હોઈ તે બાબત માનનીય રાજ્યપાલશ્રી રાજ ભવન,ગુજરાત રાજ્ય, ગાંધીનગર,માનનીય મુખ્યમંત્રીશ્રી ગાંધીનગર આવેદનપત્ર કપરાડા નાયબ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે

જુઓ વિડીયોમાં..

વલસાડ જિલ્લાના કપરાડા માં આપવામાં આવેલ આવેદનપત્રમાં સમસ્ત આદિવાસી સમાજ કપરાડાદ્વારા વલસાડથી પ્રસિદ્ધ થતા સાપ્તાહિક અખબાર દક્ષિણ ગુજરાત વર્તમાનમાં દારુ ની હેરાફેરી સંબંધે વહીવટદારોએ બુટલેગરો સાથે સેટીંગ કરી લીધુ ના શીર્ષક હેઠળ સમાચાર છપાયા હતા.જે સમાચાર બાદ અખબારના તંત્રી પુણ્યાપાલ શાહ સામે વલસાડ પોલીસ ગંભીર વિવિધ કમલ લગાવી ગુનો દાખલ કરી એમના સુરત સ્થિત ધરેથી ધરપકડ કરી હતી. પત્રકાર પોતાની ફરજના ભાગરુપે કામ કરતા હોય છે પત્રકાર જે અહેવાલ લખતા હોઈ છે તે ઉપરના અધિકારીઓએ તપાસ કરવાની હોઈ છે કોઈના માટે અપમાન જનક લખાણો લખે તો તેમના માટે કોર્ટના દ્વાર ખુલ્લા છે. આર્ટીકલના આધારે વાચકો સાથે છેતરપિંડી અને વિશ્વાસધાત કરાયો હોવાની પોલીસ જાતે ફરિયાદ બની પત્રકારના પરિવાર સામે પણ ફરિયાદ નોધાવે એ કેટલે અંશે વાજબી કહેવાય નહિ.

સમસ્ત આદિવાસી સમાજ કપરાડા વતી કહેવુ છે કે આ ઘટનામાં નિષ્પક્ષ તપાસ થાય અને તપાસ દરમ્યાન કસૂરવાર ઠરે તો તેના પર તાત્કાલિક એક્શન લેવામાં આવે એવી સમસ્ત આદિવાસી સમાજ કપરાડા ની લાગણી અને માંગણી છે. નહીં તો સમસ્ત આદીવાસી સમાજ કપરાડા પત્રકારો અને આદિવાસી સમાજના હિતને ધ્યાને રાખીને રસ્તા પર ઉતરતા પણ અચકાછે નહીં જેની નોંધ લેવા વિંનતી સાથે નું આવેદનપત્ર મોટી સંખ્યામાં આપવામાં આવ્યું હતું.