ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા લગભગ પુરી થવા આવી છે અને તમામ મુખ્ય વિષયોની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આવતીકાલે ૧૧ મી એપ્રિલથી રાજ્યભરના મૂલ્યાંકન કેન્દ્રોમાં બોર્ડ પરીક્ષા ઉત્તરવહીઓની ચકાસણીની કામગીરીનો આરંભ થઇ ગયો છે જેમાં શિક્ષકોએ ફરજીયાત મૂલ્યાંકન કામગીરીમાં હાજર રહેવુ પડશે. જે શિક્ષકો મૂલ્યાંકનમાં હાજર નહી રહે તેવો સ્કૂલમાં પરત નહી જઈ શકે નો પરિપત્ર બહાર પાડ્યો છે.

માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા કામગીરીનો બહિષ્કાર ચાલુ રાખવામા આવતા ગુજરાત શિક્ષણ બોર્ડે પરિપત્ર કરીને સ્પષ્ટતા સાથે સ્કૂલોને કડક આદેશ કર્યો છે કે કોઈ કોઈ પણ સ્કૂલ શિક્ષકોના મૂલ્યાંકન કામગીરીના ઓર્ડર પરત નહી લઈ શકે. આજે ગુજરાતના ૩૭૦થી વધુ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં આવતીકાલે ૧૧મીથી ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાની લાખો ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી શરુ થઇ છે જેમાં ગુજરાત બોર્ડ દ્વારા રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની સ્કૂલોના ૬૧ હજાર જેટલા શિક્ષકોના ઓર્ડર કાઢવામાં આવ્યા છે.

પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ મૂલ્યાંકન કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી આપ્યા બાદ સરકારની સમજાવટથી તમામ સંઘોએ બહિષ્કારનો નિર્ણય પાછો ખેંચ્યો છે પરંતુ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘે બહિષ્કાર ચાલુ રાખ્યો છે અને માધ્યમિક શિક્ષકોને કામગીરીમાં ન જોડાવા આદેશ કર્યો છે. ત્યારે હવે આવનારા સમયમાં જોવું એ રહ્યું કે શિક્ષકો કઈ દિશા તરફ આગળ વધે છે.