વાંસદા: વિદ્યા વિના મતિ ગઈ, મતિ વિના નીતિ ગઈ, નીતિ વિના ગતિ ગઈ, ગતિ વિના સંપતિ ગઈ, સંપતિ વિના શુદ્ર થયો નાસીપાસ, આટલો બધો અનર્થ અવિદ્યાથી થયો જ્યોતિબા ફૂલે સાહેબનું આ વાક્ય આજે પણ શિક્ષણનું કેટલું મહત્વ છે તેનું સાક્ષી પૂરે છે. ત્યારે આજે જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલેની જન્મજયંતી નિમિત્તે તેમને યાદ કરીએ.
ઉલ્લેખનીય છે કે જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલેને ક્રાંતિજ્યોતિ, ક્રાંતિસૂર્ય, મહાન સમાજ સુધારક, મહામાનવ, સત્ય શોધક સમાજના સંસ્થાપક, ગુલામગીરી ગ્રંથના રચયિતા, ભારત દેશમાં સ્ત્રીઓ અને અછૂતો માટે શિક્ષણના દ્વાર ખોલનારા, કન્યાશાળાની શરૂઆત કરનારા અને બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકરના ગુરૂજી પણ માનવામાં આવે છે.
જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે સાહેબની આજે 195 મા જન્મજયંતિ દેશમાં ઉજવવામાં આવી રહી છે તેમનો જન્મ 11 એપ્રિલ 1827 અને મૃત્યુ 28 નવેમ્બર 1890માં થયું હતું એમને સમાજ ઉત્થાનના અનેક કાર્યો કરી સમાજ સુધારણામાં પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું છે.











