રાજ્ય સરકારશ્રી દ્વારા રાજ્યના અનુસૂચિત જાતિની વસતિ ધરાવતા વિસ્તારના વિદ્યાર્થીઓને વિના મુલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી , વ્યવસાયલક્ષી તથા અભ્યાસલક્ષી વાંચન સાહિત્ય સરળતાથી ઉપલબ્ધ થઈ શકે અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ હાલના સ્પર્ધાત્મક યુગમાં સારૂ શિક્ષણ પાપ્ત કરી સફળતા મેળવી શકે તે હેતુસર સને ૨૦૧૦ના વર્ષથી “ ડૉ.બાબાસાહેબ આંબેડકર સ્પર્ધાત્મક સાહિત્ય યોજના “ નો અમલ શરૂ કરવામાં આવેલ છે.
આ યોજના અંતર્ગત ગ્રંથાલય ખાતા દ્વારા રાજ્યના જિલ્લા તથા તાલુકા મથકોએ કાર્યરત સરકારી ગ્રંથાલયો, શહેર તથા ગ્રામ્ય વિસ્તારના માન્યતા પ્રાપ્ત વિવિધ કક્ષાના અનુદાનિત ગ્રંથાલયો, રાજ્યના સમાજ કલ્યાણ વિભાગ હસ્તકના રાજ્યમાં કાર્યરત ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવનો, આદર્શ નિવાસી શાળાઓ, છાત્રાલયો મળી નીચે મુજબની સંસ્થાઓને સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી, વ્યવસાયલક્ષી તથા અભ્યાસલક્ષી વાંચન સાહિત્ય વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.
આ યોજના માટે દર વર્ષે રૂ.૮૦.૦૦ લાખની જોગવાઈ સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે. સંપર્ક: નિયામકશ્રી, ગ્રંથાલય
સેક્ટર-૧૭, ટાઉન હોલ પાસે, ગાંધીનગર -૩૮૨૦૧૭











