ચીખલી: વર્તમાન સમયમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ગામડાઓમાં નવા ચુંટાયેલા સરપંચો ગ્રામવિકાસના કામોનો આરંભ કરી ચૂકયા છે ત્યારે વડપાડા ગ્રામ પંચાયતનું નવું મકાન બનાવવા ગતરોજ ખાર્તમુહૂર્ત કરવામાં આવ્યું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના વડપાડા ગ્રામ પંચાયતનું નવું મકાન બનાવવા માટે ની રૂ.૧૬૦૦૦૦૦/- ગ્રાન્ટની મળી અને ત્યારે બાદ ગતરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ખાર્તમુહૂર્તના કાર્યક્રમમાં ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

હાલમાં ચીખલી તાલુકામાં વિવિધ ગામડાઓમાં વિવિધ વિકાસના કામો સરપંચો દ્વારા હાથ ધરવામાં આવ્યા છે જેમાં વડપાડા ગામ પણ પોતાના ગામમાં વિકાસના કામોની પહેલ કરી રહ્યું છે.