વાંસદા: ગરમીમાં તમારે દહીં, છાશ અને અન્ય ઠંડી તાસીર વાળી ચીજોનું સેવન કરવું જોઈએ, જેથી ઉનાળાના આકરા તાપ તમને નુકસાન પહોંચાડી શકે નહીં. દહીં સ્વાસ્થ્ય માટે એકદમ લાભકારક ચીજ છે. દહીંમાં રહેલા કેલ્શિયમ, પ્રોટીન અને વિટામીન શરીર માટે ખૂબ જરૂરી હોય છે. આવો જાણીએ ગરમીમાં દહીં ખાવાથી લાભ…
Decision Newsએ નિષ્ણાતો પાસેથી લીધેલી માહિતી મુજબ જે લોકો તડકામાં વધારે બહાર જાય છે તેમને ખાલી પેટે દહીંનું સેવન કરવું જોઇએ તેનાથી શરીર સૂરજના આકરા તાપથી લડવા માટે સક્ષમ બની જાય છે. સાથે જ લું થી પણ તમારો બચાવ કરશે. બપોરના ભોજન સાથે દહીં માંથી બનાવેલી છાશનું સેવન જરૂર કરવું જોઈએ. છાશમાં અજમા પાઉડર અને કાળીજીરી નાખીને પીવાથી લાભ કારક રહે છે.
ઉપરાંત ગરમીમાં દહીં કેલ્શિયમની ઉણપ નિવારે છે. દહીં ભૂખ વધારવામાં પણ મદદરૂપ થાય છે અને દહીંનું સેવન કરવાથી પાચનશક્તિ મજબૂત થાય છે. કેટલાક લોકોના પેટમાં ગરમીના કારણે મોઢામાં ચાંદા પડી જાય છે, તેના માટે રોજ એક કે બે ગ્લાસ દહીંની લસ્સી બનાવીને પીવો જરૂરી છે. દહીં છાતીમાં બળતરા દૂર કરે અને ત્વચા માટે પણ લાભકારક છે.











