ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના ગુંદિયા ગામમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઠરાવ કરી ગામમાં અનુસૂચિ 5નું બોર્ડ ગામ લોકો દ્વારા લગાવી તેના અમલીકરણ માટે ગ્રામજનોએ સંકલ્પ લીધો હોવાની ખબર બહાર આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગુંદિયા ગામમાં ગ્રામ સભામાં ઠરાવ કરી ગામમાં 5 અનુસૂચિનું બોર્ડ લગાવી તેનું અમલીકરણ કાર્યું છે આ અનુસૂચી અંતર્ગત ગામમાં સરપંચશ્રીને જાણ કર્યા બાદ જ સ્થાનિક કક્ષાના અધિકારી સિવાય અન્ય અધિકારીઓ ગામમાં પ્રવેશ કરી શકશે.

આ ઉપરાંત પાંચમી અનુસૂચીના અનુચ્છેદ 13 (ક), અનુચ્છેદ 19 (5) (6), વેદાંતા જજમેન્ટ, સમતા જજમેન્ટ, અનુચ્છેદ 224 (1), અનુચ્છેદ 243 (બ), અનુચ્છેદ 244 (1) પેરા 2, અનુચ્છેદ અધિનિયમ 1955 લાગુ કરવામાં આવ્યો છે અને આ તમામ બંધારણના અનુચ્છેદોના ઉલ્લંઘન કરનારા દેશદ્રોહી સાબિત થશે એમ જણાવ્યું હતું.