વાંસદા: ગુજરાતમાં વર્તમાન સમયમાં જ વિદ્યાર્થીઓના કરિયર સાથે ખિલવાડ કરનારાઓને ખુલ્લા પડનારા યુવરાજસિંહની ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જેને લઈને સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ અને યુવાનો નારાજ છે ત્યારે આજે વાંસદા તાલુકાના વિદ્યાર્થીઓ દ્વારા મામલતદારને યુવરાજસિંહને જેલમુક્ત કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આવેદનપત્રમાં નોંધ્યા અનુસાર સરકારે પરીક્ષામાં અને ભરતીઓમાં ભ્રષ્ટાચાર કરતા સાચા ગુનેગારને શોધી એમની ધરપકડ કરાવી જોઈએ નહિ કે આ બધા ભ્રષ્ટાચાર બહાર લાવનારની..! યુવરાજસિંહ પર ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે ગુનામાં લગાવેલ 307 & 332 જેવી કલમો હટાવીને એમને મુક્ત કરવા જોઈએ
Decision News સાથે વાત કરતાં વાંસદાના વિદ્યાર્થી ભુપેન્દ્રભાઈ જણાવે છે કે યુવરાજસિહ ગુજરાતના યુવા પેઢીના બેહતર કરિયર માટે સતત લડતા હતા એમણે ગુજરાતમાં ચાલી રહેલા શિક્ષણના ક્ષેત્રમાં ભરતી કૌભાંડોને બહાર પાડ્યા છે અને વિદ્યાર્થીના હકની લડાઈ લડી છે ત્યારે ગુજરાતના સૌ યુવાન મિત્રોને મારી અપીલ છે કે યુવરાજસિંહના મુક્તિ માટે સમગ્ર ગુજરાતમાં આવેદનપત્રો આપવામાં આવે જેથી એક સાચા યુથ લીડરને ન્યાય મળે.











