ધરમપુર: લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 14 વર્ષથી ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામમાં સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે. 12 વર્ષ થી 18 વર્ષ સુધી ના જે વિદ્યાર્થીઓ કે જેમણે રસી લીધી છે, તેઓને પ્રોત્સાહન રૂપે આજ રોજ સરકારી મા.ઉ.મા.શાળા, દહીંખેડમાં બેગ આપવામાં આવી હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ આ પ્રસંગે સરકારી મા.ઉ.મા.શાળા, દહીંખેડમાં રસી લીધા સિવાયના ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ બેગ આપવામાં આવી હતી આ વિતરણ કાર્યક્રમમાં લોક મંગલમ્ ટ્રસ્ટમાંથી ઉપસ્થિત દક્ષેશભાઈ ભોયા, વનિતાબેન રાઉત, ગુલાબભાઈ ભડાગી, મિતેશભાઈ વગેરે કાર્યકર્તા ઉપસ્થિત હતા.
લોક મંગલમ ટ્રસ્ટ ધરમપુર દ્વારા ગ્રામિણ વિસ્તારમાં જરૂરીયાતમંદ લોકોને વિવિધ રીતે કામો કરી અને લોકોને ખૂટતી વસ્તુઓ આપી મદદરૂપ બનતું આવ્યું છે જે ખુબ જ સરાહનીય છે.

