ચીખલી: પાપ પુણ્યની તો ખબર નથી પણ જ્યારે જરૂરીયાતમંદની મદદ કરવાની ભાવના જન્મે અને ત્યારે કદાચ આપણો ભવ સાર્થક ગણાય આવો એક બાળકોને ભણાવી સમાજના ભવિષ્યનું ઘડતર કરતાં શિક્ષકોએ સહયારા પ્રયાસ કરી એક જરુરીયાતમંદ બાળકને આર્થિક સહયોગ કર્યાની વાત સામે આવી છે.
વાત એમ છે કે ચીખલીના ધોડવણી ગામના એક બાળક ખુબ જ આગના કારણે દાઝી ગયો છે અને તેની સારવાર ચાલી રહી છે ત્યારે તેમના માતા-પિતાને આર્થિક મદદ આપવા Decision News દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી. આ બાળકની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ગોડથલ ક્લસ્ટર ના ગોડથલ કેન્દ્ર શાળાના કેન્દ્ર શિક્ષક શ્રીમતિ નલીનાબેન વાઘીયા અને શાળા પરિવાર, મિયાઝરી કેન્દ્રના કેન્દ્ર શિક્ષક શ્રી અને તાલુકા પ્રા.શિક્ષક સંઘના સહમંત્રી શ્રી જીતેન્દ્ર કુમાર ધનગર તથા શાળા પરિવાર, નવસારી જિલ્લા પ્રા.શિક્ષક સંઘના ઉપપ્રમુખ શ્રી ચંદ્રેશકુમાર પટેલ તથા ગોડથલ સંલગ્ન શાળાઓ ઢોલુમ્બર પ્રા શાળાના મુખ્ય શિક્ષક શ્રી અને બીટ નિરીક્ષક શ્રી અનિલકુમાર પટેલ તથા શાળા પરિવાર, અગાસી પ્રા.શાળાના મુખ્ય શિક્ષક શ્રી કુસુમબેન પટેલ તથા શાળા પરિવાર, માળી ફ પ્રા.શાળાના મુખ્ય શિક્ષક શ્રીમતિ હંસાબેન પટેલ તથા શાળા પરિવાર, ઝાડી ફ પ્રા.શાળાના મુખ્ય શિક્ષકશ્રી છત્રપાલભાઈ પટેલ તથા શાળા પરિવાર, મંદિર ફ પ્રા.શાળાના મુખ્ય શિક્ષક શ્રીમતિ સરસ્વતીબેન પટેલ તથા શાળા પરિવાર તાડબારી પ્રા.શાળાના મુખ્ય શિક્ષકશ્રી હસમુખભાઇ પટેલ તથા શાળા પરિવાર, મિયાઝરી કેન્દ્ર સલગ્નશાળાઓ ઘોડવણી પ્રા.શાળાના મુખ્ય શિક્ષક શ્રીમતિ કલાવતીબેન પટેલ તથા શાળા પરિવાર, માડવખડક પ્રા.શાળાના મુખ્ય શિક્ષક શ્રીમતિ સગીતાબેન પટેલ તથા શાળા પરિવાર, ડુંગરપાડા પ્રા.શાળાના મુખ્ય શિક્ષકશ્રી ચુનીલાલ પટેલ તથા શાળા પરિવાર, શિવળવેરી પ્રા.શાળાના મુખ્ય શિક્ષક શ્રી વિનોદભાઇ પટેલ તથા શાળા પરિવાર, તાડપાડા પ્રા.શાળાના મુખ્ય શિક્ષક શ્રી ધનસુખભાઈ પટેલ તથા શાળા પરિવાર દ્રારા એકત્રિત થયેલ કુલ રકમ 75055 ( પચોતેર હજાર પચાવન રૂપિયા પુરા) પીડિત પરિવારના મોભી શ્રી મિતેશભાઈ નિછાભાઈ પટેલ અને એમના ધર્મ પત્નીના હાથમાં રોકડ રકમ એમના લાડકવાયા પુત્ર આનંદના સારવાર માટે આપી સેવા અને સહકારનું ઉમદા દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.
આ બાળકને આપેલા શિક્ષકો અને શાળા પરિવારના અનુદાન વિશેની માહિતી Decision News સુધી સી.આર.સી કો. ગોડથલના જગદીશભાઈ જી.જાદવ પોહચાડી છે જે પ્રકાશિત થતાં અન્ય પણ સમાજના આ બાળકને મદદરૂપ બનેશે તો તેમનું આ સમાજકાર્ય ખુબ જ સરાહનીય છે.

