કેવડીયા: બે દિવસ અગાવ કેવડીયાની સ્ટેચ્યુ ઓફ યુનિટીના કલેકટર દ્વારા આદિવાસી સમાજમાં સભ્યતા નથી એવા અપમાનજનક નિવેદન આપવામાં આવ્યું હતું જેને લઈને આજરોજ કેવડીયા બંધનું આદિવાસી સમાજ દ્વારા એલાન કરવામાં આવ્યું હતું ત્યારે આજે આદિવાસી યુવાનો આ કલેકટર નીલેશ દુબેનું પુતળું બાળવામાં આવતા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયાના દ્રશ્યો ચિત્રો બહાર આવ્યા છે..
જુઓ વિડીયોમા…
આદિવાસી લોકોનું કહેવું છે કે પોલીસ દ્વારા નિલેશ દુબે પર કાર્યવાહી કરવાને બદલે આદિવાસી સમાજના યુવાનોને દબાવવાની કોશિસ થઈ રહી છે જે નિંદનીય છે. આદિવાસી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરનારને બચાવવા માટે જે થઈ રહ્યું છે એ ક્યારે ચલાવી લેવાશે નહીં. નિલેશ દુબે પર કોના આશીર્વાદ પ્રાપ્ત છે કે તેં વારંવાર આદિવાસી સમાજ પર અભદ્ર ટિપ્પણી કરે તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી

