ડાંગ: રાજ્ય સરકાર ગ્રામ સડક યોજનાઓને લઈને ગામડાઓમાં રસ્તાઓ પાછળ લાખો કરોડો ફાળવવામાં આવે છે ત્યારે ડાંગ જિલ્લાના બીલમાળ ગામમાં બનેલા રસ્તામાં થયેલા ભ્રષ્ટાચાર કારણે હાલમાં બિસ્માર હાલતના દ્રશ્ય ચિત્રો સામે આવ્યા છે.
જુઓ વિડીયો…
Decision Newsએ સ્થળ પર લીધેલી મુલાકાત મુજબ ડાંગના બીલમાળ ગામે રસ્તાની ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો જોવા મળ્યા. છે આ રસ્તાઓ ધૂળની ડમરીઓ ઉડી રહી છે રસ્તો ઠેર-ઠેર ખોદાઈ ગયો છે, એના ઉપરની નાની નાની કાંકરી ઉખડી રહી છે. લોકો જણાવે છે કે છેલ્લા કેટલાય વર્ષોથી રસ્તાની હાલત આ જ છે. જેના કારણે રસ્તા પરથી વાહન ચલાવવા માટે મનમાં સતત ભય સતાવતો રહે છે. ખરાબ રસ્તાને કારણે અઢળક લોકોના જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. તેમ છતાં તંત્ર આંખો બંધ કરીને આ રસ્તાના સમારકામની હજુ સુધી કોઈ પણ કાર્યવાહી કરી નથી
આ ગામમાંથી લોકો ચોમાસાના સમયે દવાખાને જવા માટે રસ્તા પર ચાલીને જાય છે. ગ્રામજનો પહેલેથી જ ઈમરજન્સી માટે જ્યાં સુધી પાકા રસ્તાઓ હોય તેવી જગ્યાએ કે કોઈ ઘર હોય ત્યાં મોટર સાઈકલ, ફોર વ્હીલર વગેરે જેવા વાહનો ત્યા જ મુકે છે. જેથી દવાખાને ઝડપથી પોહચી શકાય. બીલમાળ ગામના રસ્તાની સ્થિતિ ખુબ જ ખરાબ છે અનેક રજૂઆત કરી હોવા છતાં પણ આનું સમારકામની કોઈએ તસ્દી સુધ્ધા લીધી નથી. ગુજરાતમાં સંવેદનશીલની સરકાર છે એમ કહેવાય છે ગામના સરપંચ અને સ્થાનિક નેતાઓ અને વહીવટીતંત્ર પોતાના ખિસ્સા ભરવામાં પડયા છે એમ લોકોનું કહેવું છે. હવે કોણ જાણે ક્યારે આ ગામનો રસ્તો બનશે અને લોકોના અવર-જવરમાં સુવિધા ઉભી થશે.











