ઉમરગામ: વલસાડના ઉમરગામ તાલુકામાં રહેતી એક સગીરાને તેના ઘરની નજીકમાં રહેતો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં અપહરણ કરી ફરાર થઇ ગયાની ઘટના સગીરાના માતા-પિતાએ ફરિયાદ કરતાં સામે આવી છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વંટોળ ઉઠયો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ઉમરગામ તાલુકામાં રહેતી એક સગીરાને નજીકમાં રહેતા શખ્સે લગ્નની લાલચ આપી સગીરાને પ્રેમજાળમાં ફસાવવાની ઘટના બહાર આવી છે. 27મી માર્ચના રોજ શખ્સે લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી ભગાડી લઈ ગયો હતો. સગીરા મોડે સુધી ઘરે ન આવતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા અને સગીરાને ભગાડી જનાર શખ્સ ઉપર સગીરાના માતા પિતાને શંકા જણાતા ઘરની નજીકમાં રહેતા યુવકના ઘરે જઈ ચેક કરતા શખ્સ કે સગીરા મળી ન આવતા સગીરાની માતાએ ઉમરગામ પોલીસ મથકે સગીરાનું અપહરણ કરનાર શખ્સ સામે અપહરણનો કેસ કર્યો છે.

હાલમાં માતા દ્વારા ઉમરગામ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદને લઈને સગીરાનું અપહરણ કરનાર શખ્સની વિરુદ્ધ ઉમરગામ પોલીસ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.